Blog Details

161) ભુદેવ જીવનસાથી યુવક-યુવતીનું પરિચય સંમેલન મા રૂબરૂ ભાગ લેવાના અનેક લાભો છે, જે, નીચે મુજબ છે :

ભુદેવ જીવનસાથી યુવક-યુવતીનું પરિચય સંમેલન મા રૂબરૂ ભાગ લેવાના અનેક લાભો છે, જે, નીચે મુજબ છે :

~~~~~~~~~~~~~~~

સીધી મુલાકાતની તક : ભુદેવ જીવનસાથી સંમેલન મા સ્થળ ઉપર, એક સાથે અનેક દીકરા - દીકરી - પૅરેન્ટ્સ નો મેળાપ થાય. Get-Together થાય છે. ઉત્કૃષ્ટ બાયોડેટા બુકલેટ મળે છે. સ્થળ ઉપર બાયોડેટા બુકલેટ મા જોઈને, તમને સીધી મુલાકાત ની તક મળે છે. યુવક અને યુવતી એકબીજાને જોઈ શકે, મળી શકે છે, ઓળખી શકે છે. વડીલો ની હાજરી સાથે, આ શુભ-કાર્ય મા અવશ્ય મિટિંગ નો લાભ થાય છે. 

સ્ટેજ પરિચય : એક સાથે અનેક દીકરા - દીકરીઓ નો રૂબરૂ દેખાવ, સ્ટેજ પરિચય, કોન્ફિડેન્સ, પસંદગી - ચોઈસ, વગેરે જોવા - જાણવા મળે. સ્ટેજ કોન્ફિડેન્સ, વાણી - વર્તન - વિચાર ની સ્પષ્ટતા અને સ્વભાવની સમજ તથા વાતચીતથી વિચારધારા, અને પસંદ-નાપસંદ સમજાય છે.

પરિવારની સંમતિ : સમાજ ના અનેક ખ્યાતનામ તથા સામાજિક કાર્ય મા નિષ્ણાંત અને અનુભવી વડીલોની હાજરીમાં ભુદેવ જીવનસાથી પસંદગી સંમેલન થવાથી અનેક પ્રકાર ના ગાઈડન્સ મળે છે. અનેક નવી સમાજિક ઓળખાણો થાય છે. ગેરસમજ નહિવત રહે છે. કાર્ય સફળતા જલ્દી મળે છે. 

 સમયની અને પૈસા ની બચત : એક જ સ્થળે, એકજ દિવસે, અનેક યુવક - યુવતીઓ ના વિકલ્પો મળવાથી શોધ સરળ બને છે. તમારે પોતાની જાતે જો માત્ર 3 કે 4 મિટિંગ પણ કરવાની આવશે, તો 1-by-1 Sunday મિટિંગ ગોઠવવા મા ઘણો બધો સમય અને પૈસા નો વ્યય થશે. જ્યારે આપણા ભુદેવ પરિચય સંમેલન મા 1 દિવસ માજ તમને અનેક દીકરા - દીકરી - પૅરેન્ટ્સ સાથે મિટિંગ શક્ય થશે.

ઓછો મેહનતે વધુ લાભ :  મેટ્રિમોનિયલ કે લાંબી પ્રક્રિયાની સરખામણીમાં ઓછી મેહનત પડે છે. ભુદેવ જીવનસાથી સંમેલન મા બાયોડેટા બુકલેટ, પરિચય, મિટિંગ - એમ એકસાથે ત્રિવેણી-સંગમ નો લાભ મળે છે. એટલે મેક્ઝીમમ લાભ થાય છે. 

 પારદર્શક અને વિશ્વસનીય પ્રક્રિયા :  ઓળખાણ સંસ્થાની દેખરેખ હેઠળ થાય છે. એટલે વિશ્વસનીયતા મળે છે. ભુદેવ સંસ્થા બ્રાહ્મણ વિવાહ - લગ્ન માટે એક ખુબજ પ્રસિદ્ધ, રિસ્પેકટેડ અને વિશ્વાસપાત્ર સંસ્થા છે. એ લાભ તમને મળે છે. 

સારુ મેચિંગ પાત્ર મળે : અનેક સારા પાત્ર એક સ્થળે મળવાથી યોગ્ય જોડાણની શક્યતા વધી જાય છે. – શિક્ષણ, નોકરી, વિચારસરણી મુજબ યોગ્ય જીવનસાથી મળવાની સંભાવના વધે છે. એટલે ભુદેવ જીવનસાથી પરિચય મેળા મા રૂબરૂ ભાગ લેવાના અનેક લાભ હોય છે. 

વ્યવક્તિત્વ મા નિખાર : સ્ટેજ પરિચય થી તમારા આત્મવિશ્વાસ માં વધારો થશે. તમારા વાણી - વિચાર - વ્યક્તિત્વ મા નિખાર આવશે. યુવક-યુવતી પોતે નિર્ણય લેતા શીખે છે. પોતાના વિચારો મા સ્પષ્ટતા આવશે. સ્ટેજ ઉપર 2 મિનિટ નો પરિચય, તમારું જીવનભર નું સંભારણું બની જશે.

Spot-Meetings : ભુદેવ જીવનસાથી સંમેલન મા, સ્થળ ઉપર મિટિંગ માટેની વ્યવસ્થા (Contact & Meeting Service - CMS Counter) હોવાથી, સમાજ ના વડીલો ની વચ્ચે અનેક દીકરા - દીકરી કે પૅરેન્ટ્સ-to-પૅરેન્ટ્સ મિટિંગ શક્ય બને છે. અને આમ ખુબજ સારો લાભ થાય છે.

--- ભૂદેવ નેટવર્ક Vivah 
(Admin Team)