Installation Completed

Your app has been installed successfully.

પવિત્ર શ્રાવણ મહિના મા ભૂદેવ નેટવર્ક દ્વારા, તા. 06-09-2026 રવિવારે, સમૂહ લઘુ-રુદ્ર મહા-યજ્ઞ નું આયોજન - વધુ માહિતી : 9099798986     
Home Back Login Register
Back

Blog Details

198) લગ્ન મા વિલંબ થવાના 21 કારણો : 

લગ્ન મા વિલંબ થવાના 21 કારણો  : 

દરેક જ્ઞાતિ - સમાજ મા, લગ્ન વિલંબ ના અલગ-અલગ અનેક પ્રકાર ના કારણો હોઈ શકે છે. 

આપણા ગુજરાતી બ્રાહ્મણ - ભૂદેવ - સનાતન હિન્દૂ સમાજમાં લગ્નમાં વિલંબ થવા પાછળ આજના સમયમાં અનેક સામાજિક, વ્યક્તિગત અને જ્યોતિષીય કારણો જવાબદાર હોઈ શકે છે. જે નીચે મુજબ છે  : 

​વ્યક્તિગત અને કારકિર્દી સંબંધિત કારણો  : 

૧. સમય, મેહનત, ધીરજ : કોઈ પણ કાર્ય મા સફળતા મેળવવી હોય તો પ્રથમ તે કાર્ય ને પૂરતો સમય આપવો પડે છે. આજે ઘણા પૅરેન્ટ્સ કહે છે કે અમારા Son/Daughter પાસે તો બિલકુલ Time છેજ નહિ. ઓફિસ મા બઉ કામ હોય છે.  પાત્ર પસંદગી , વેબસાઈટ , પરિચય મેળા મા આવવા તથા મિટિંગ માટે Time છેજ નહિ.  પૅરેન્ટ્સ બધે જાતેજ ના/હા નો જવાબ આપી દે છે.  આ તે કેવી વાત કહેવાય ? ઉમેદવાર ને લગ્ન કરવા છે પરંતુ પાત્ર જોવું નથી, વાતચીત કે મિટિંગ કરવી નથી. પૂરતો સમય આપવો નથી. તો પછી વિવાહ કેવી રીતે શક્ય છે? પૅરેન્ટ્સ કે ઉમેદવાર થોડો સમય આપીને થોડી મેહનત કરે અને જો 3-4 જણ ના કહે એટલે ધીરજ ખોઈ દે છે. પણ આપણે સમજવું જોઈએ કે જેટલાં વધુ મેચિંગ પાત્ર અપેક્ષિત હોય તેટલો વધુ સમય આપવો પડે છે, મેહનત અને ધીરજ રાખવી પડે છે. તોજ સફળતા મળશે. 

૨. કરિયર પર વધુ ધ્યાન : પોતાની કારકિર્દીમાં સ્થિરતા મેળવવાની ઈચ્છા, ખાસ કરીને સ્ત્રીઓ અને પુરુષો બંનેમાં આર્થિક આત્મનિર્ભરતા મેળવવાની હોડ. સમયસર લગ્ન કરવાની બદલે, પોતાનું ઉચ્ચ ભણતર, પોતાના કેરીઅર, આર્થિક સ્થિરતા, ઘર, ગાડી, બેન્ક બેલેન્સ આવી ભૌતિક વાતો ને વધુ પ્રાધાન્ય આપવું આ કારણો જવાબદાર હોય છે. 

૩. જીવનસાથી માટેના વધુ પડતા માપદંડો : પાર્ટનર કેવો હોવો જોઈએ (દેખાવ, પગાર, પરિવાર, ગાડી, બંગલો, શિક્ષણ, વ્યવસાય, સ્વભાવ) તેની ખૂબ જ ઊંચી અપેક્ષાઓ. ઘણી વાર પોતાની સાથે મેચિંગ થતું પાત્ર મળતું હોય છતાં, પોતાની યોગ્યતા કરતા અનેક ઘણું વધુ ચઢીયાતું પાત્ર માટે ની ભ્રામક તથા ગેરવ્યાજબી અપેક્ષાઓ જવાબદાર હોય છે. 

૪. આર્થિક અસ્થિરતા : વિવાહ ની વાત આવે ત્યારે, ઉમેદવાર બસ એકજ વાત કહે છે : "હમણાં નહિ, પછી".  યોગ્ય જોબ મળે પછી , 50-60k Salary થાય પછી, ગાડી આવે પછી, મારું Weight ઉતરે પછી. ઘર ખરીદવું, દેવું પૂરું કરવું કે જોબ change, વ્યવસાયમાં સ્થિરતા ન હોવી. આવા અનેક કારણો ને લીધે પછી, પછી કરતા ઉંમર 30, 35, 40 વર્ષ થઇ જાય છે. અને આમ ને આમ, ખોટો Delay થઇ જાય છે. 

૫. લગ્ન પ્રત્યેનો અભિગમ : બદલાતી જીવનશૈલીને કારણે ઘણા લોકો લગ્નને 'જીવન જરૂરિયાત' કરતા 'વિકલ્પ ની પસંદગી' (option) તરીકે જોતા થયા છે.

૬. સ્વતંત્રતાની ઈચ્છા : લગ્ન બાદ પોતાની વ્યક્તિગત આઝાદી ગુમાવવાનો ડર.

૭. જવાબદારીઓનો બોજ : પરિવારમાં મોટી જવાબદારીઓ (જેમ કે ભાઈ-બહેનના શિક્ષણ કે લગ્ન) નિભાવવાના કારણે પોતાના લગ્ન પાછળ ઠેલાય છે.​ લગ્ન પછી પતિ/પત્ની , સાસુ સસરા, બાળકો ની જવાબદારી લેવી પડશે તેનો અણગમો કે ડર. 

સામાજિક અને પારિવારિક કારણો  : 

૮. યોગ્ય જીવનસાથી શોધવામાં મુશ્કેલી : શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક મેળ (Matchmaking) બેસાડવામાં આવતી મુશ્કેલીઓ.

૯. પારિવારિક અસંમતિ અને અસહકાર  : પરિવારની મરજી વિરુદ્ધના આંતર-જ્ઞાતિય પાત્રો સાથે લગ્ન ની માંગ. ઉમેદવાર દ્વારા, પોતાના સમાજ અને પરિવાર ને સમય ના આપવો અને પોતાના ફ્રેન્ડ સર્કલ ને વધુ સમય આપવો પણ એક કારણ છે. 

૧૦. જ્ઞાતિ-જાતિના બંધનો : પોતાનીજ જ્ઞાતિમાં કે પછી પોતાનીજ પેટા-જ્ઞાતિ મા લગ્ન કરવાનો આગ્રહ ને કારણે મર્યાદિત વિકલ્પો મળવા. વધુ વિકલ્પો માટે પછી યોગ્ય પ્રયાસ, પ્રયત્નો અને મેહનત નો અભાવ . 

૧૧. અગાઉના ખરાબ અનુભવો : ભૂતકાળમા પોતાના ઘર-પરિવાર, ફ્રેન્ડ-સર્કલ, સોશ્યિલ મીડિયા ના દાખલાઓ કે પોતાના ભાઈઓ-બેનો મા લગ્ન - રિલેશનશિપમાં મળેલી નિષ્ફળતા નો ડર પણ બિનજરૂરી Delay કરાવે છે.

૧૨. વધતી ઉંમરનો સંકોચ : લગ્નમાં મોડું થાય ત્યારે સામાજિક દબાણ વધે છે, માનસિક તાણ વધે છે, ઉત્સાહ ઘટે છે, જે ઘણીવાર પછી નિર્ણય લેવામાં મુશ્કેલી ઊભી કરે છે.

૧૩. બદલાતી સામાજિક માનસિકતા : આજના ઘણા યુવાનો - યુવતીઓ ને પાષચાત્ય સંસ્કૃતિ નું આંધળું અનુકરણ કરીને,'લિવ-ઈન રિલેશનશિપ' કે 'સિંગલ રહેવું' વધુ કમ્ફર્ટેબલ લાગે છે. જે આપણા સમાજ મા અયોગ્ય તથા અસ્વિકૃત માનવામાં આવે છે.

૧૪. આધુનિક જીવનશૈલી : કામના કલાકો અને સતત વ્યસ્ત રહેવાની જીવનશૈલીને લીધે નવા લોકોને મળવા કે પોતાના વિવાહ યોગ્ય પાત્ર ના સિલેક્શન અથવા મિટિંગ માટેનો સમય ન મળવો.

જ્યોતિષીય અને અન્ય માન્યતાઓ : 

૧૫. માંગલિક દોષ : કુંડળીમાં મંગળ દોષ હોવાને કારણે લગ્નમાં આવતી અવરોધોની અયોગ્ય અને ખોટી માન્યતાઓ.

૧૬. કુંડળીમાં ગ્રહોની નબળી સ્થિતિ : સપ્તમ ભાવ (વિવાહ લગ્ન  સ્થાન) કે સપ્તમેશ નબળો હોવો અથવા સપ્તમ સ્થાન ઉપર પાપ ગ્રહો, શત્રુ ગ્રહો ની ઉપસ્થિતિ, યુતિ, પ્રતીયુતી, દ્રષ્ટિ, કે અશુભ યોગ હોવો. 

૧૭. શનિ કે રાહુ-કેતુની અશુભ દશા : જ્યોતિષશાસ્ત્ર મુજબ આ ગ્રહોની પ્રતિકૂળતા લગ્નમાં વિલંબ લાવે છે.

૧૮. પિતૃ દોષ : જ્યોતિષીય માન્યતા મુજબ કુળદેવી કે પિતૃઓના આશીર્વાદનો અભાવ (કુંડળી મા પિતૃદોષ હોવો). આશીર્વાદ અને શ્રાપ છેવટે તો સારા - નરસા સ્પંદનો (vibrations) હોય છે, અને આપણે જાણીયે છે કે આખુ બ્રહ્માંડ છેવટે તો Energy Exchange તથા Energy Vibrations ના  Principles થીજ ચાલે છે. એટલે આપણી ઉપર આપણા વડીલો, ઈશ્વરીય કૃપા, ગ્રહો નું શુભત્વ,  શુભચિંતકો ની શુભકામનાઓ તથા કુળદેવી અને પિતૃઓ ની કૃપા - આશીર્વાદ આપણા જીવન મા સુખી, શાંતિ, સમૃદ્ધિ મા ખુબજ મોટી ભૂમિકા ભજવે છે. તે આજે Science, વિજ્ઞાન એ પણ સિદ્ધ કર્યું છે. 

૧૯. વિવાહ યોગનો અભાવ : જીવન મા સાત્વિક સુખ - શાંતિ - સમૃદ્ધિ માટે, તથા આપણા ઘર-પરિવાર મા કોઈ પણ મોટા શુભ પ્રસંગ (જેમ જનોઈ પ્રસંગ, વિવાહ - લગ્ન પ્રસંગ, શ્રીમંત પ્રસંગ, વગેરે) ત્યારે આવે છે, જ્યારે આપણે નાના નાના અનેક શુભ કાર્યો - ધાર્મિક કાર્યો (જેમ કે દૈનિક દેવ પૂજા, ધાર્મિક યાત્રા, શ્રી સત્યનારાયણ કથા, લઘુરુદ્ર યજ્ઞ, લક્ષ્મી હોમ, સુંદરકાંડ પાઠ, ગણેશચતુર્થી પુજા, નવચંડી યજ્ઞ, વગેરે) નું આપણા ઘર-પરિવાર મા આયોજન કર્યું હોય, ગૌ - ગંગા - ગાયત્રી ની પુજા કરી હોય, સાત્વિક કર્મનીષ્ઠ બ્રાહ્મણને દાન-દક્ષિણા આપી હોય અને આમ, આપણા ઘર પરિવાર નું મન, ચિત્ત અને વાતાવરણ મોટા શુભ પ્રસંગ માટે યોગ્ય તથા અનુકૂળ બનાવ્યું હોય તથા સંચિત પુણ્ય-બળ ભેગું કર્યું હોય, ત્યારેજ મોટા શુભ પ્રસંગ નો યોગ નિરમાણ પામે છે. અને, છેવટે આજ શુભ ગ્રહ-યોગો અને આજ સંચિત પુણ્ય-બળ આપણને મોટા શુભ પ્રસંગ નું આયોજન કરવામાં ધીરજ, મેહનત, બળ તથા શુભ-શક્તિ પ્રદાન કરે છે અને જે તે મોટા શુભ કાર્ય કે પ્રસંગ મા અપેક્ષિત સફળતા અપાવે છે. સર્વે ગ્રહયોગો પણ અનુકૂળ બને છે. પરંતુ આજના ઘણા યુવક - યુવતીઓ અને અમુક પેરેન્ટ્સ પાસે આ બધું સાત્વિક, ધાર્મિક કાર્ય નો સમય હોતોજ નથી. તો પછી શુભ ગ્રહ-યોગ અને ઘર મા શુભ પ્રસંગ ક્યાંથી આવે. 

૨૦. શુક્ર કે ગુરુ ગ્રહની નબળાઈ : સુખ અને લગ્ન માટે જવાબદાર આ 2 ગ્રહોના જન્માક્ષર અથવા ગોચર મા અશુભ સ્થિતિ અથવા પ્રભાવ.

૨૧. સામાન્ય નકારાત્મકતા : આત્મવિશ્વાસનો અભાવ કે લગ્ન થશે કે નહીં તેવી સતત ચિંતા અને નકારાત્મક માનસિક સ્થિતિ.

નોંધ : આમાંથી ઘણા કારણો વ્યક્તિગત છે. આજકાલના સમયમાં લગ્નનું મોડું થવું એ માત્ર એક સમસ્યા નથી, પણ લોકોની વધતી જતી લગ્ન-વિષય ને લઈને ગેર-સમજણ, નિષ્કાળજી, જીવનજરૂરી આ વિષય ને પૂરતું પ્રાધન્ય ના આપવું, અવગણના અને ખોટી અયોગ્ય ભૌતિક અપેક્ષાઓ પણ છે. 

ઉપાય 
દૈનિક અથવા વ્યવસાયિક જીવન માથી સમયસર થોડો બ્રેક લઈને આ બધા કારણો માંથી તમને કેટલા કારણો લાગુ પડે છે તેનું વિશ્લેષણ કરીને, પોતાના પૅરેન્ટ્સ, વડીલો, યોગ્ય વ્યક્તિ કે સારી લગ્ન-સંસ્થા સાથે વાતચીત તથા તેના ઉપાયો વિષે અવલોકન કરીને તે ઉપાયો અમલ મા મુકવાથી તમને ચોક્કસ સારો લાભ થશે. યોગ્ય દિશા મા પ્રયત્ન તથા મહેનત નો પ્રથમ સ્ટેપ લેવાથીજ 50% સફળતા પ્રાપ્ત થઇ જાય છે. અને આમ એક એક સ્ટેપ લેવાથી જરૂરથી યોગ્ય પૂર્ણ સફળતા મળે છે. 

--- Bhudev Matrimony Team
(અમદાવાદ | વડોદરા | રાજકોટ)

Enquire Now